Cement GST Rate Cut 2025: જીએસટીમાં ઘટાડા બાદ સિમેન્ટની કિંમતમાં પણ મોટા ફેરફાર થયા છે જે પણ નાગરિકો પોતાનું નવું ઘર બનાવવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે કારણ કે હવે સિમેન્ટ ખુબ જ સસ્તા ભાવે મળશે 22 સપ્ટેમ્બર 2025 થી નવા GST ભાવ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે GST 28% થી ઘટાડીને 18 ટકા કરી દીધો છે જેના કારણે હવે સિમેન્ટના ભાવમાં 10% નો ઘટાડો થયો છે જેથી હવે જે હાલના જે ભાવ હશે તેમાં તમારે 10% ઘટાડીને પેમેન્ટ આપવાનું રહેશે કારણ કે હાલમાં જે જીએસટીના ભાવને લઈને મોટા ફેરફાર કર્યા છે તેને ધ્યાનમાં રાખીને સિમેન્ટના ભાવ પણ ઘટ્યા છે તેવું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે ચલો તમને વિગતવાર માહિતી જણાવીએ
સિમેન્ટના ભાવમાં ઘટાડાથી મોટી બચત
GST દર ઘટાડા પછી, સિમેન્ટના ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે સિમેન્ટની થેલીના ભાવમાં સરેરાશ 40 થી 50 નું ઘટાડો નોંધાતા હવે સામાન્ય અને મધ્યમ વર્ગીય નાગરિકોને મકાન બનાવવા માટે ખૂબ જ ફાયદો થશે. સૌને જણાવી દે તો અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક જેવી બ્રાન્ડની સિમેન્ટમાં પણ હાલના જે ભાવ છે તે 425 ની આસપાસ ઉપલબ્ધ છે આવા સંજોગોમાં હવે ઘટીને 375 ની આસપાસ પહોંચી ગયા છે અથવા 385 ની આસપાસ થવાની શક્યતાઓ છે આગામી દિવસોમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે પરંતુ જીએસટીના ઘટાડા બાદ હાલના સિમેન્ટના ભાવ સામે તમે નજીકની સિમેન્ટ ફેક્ટરીમાં જઈને અથવા દુકાને જઈને તમે નવા ભાવ જાણી શકો છો
ભાવ ઘટાડવાથી સિમેન્ટ ફેક્ટરી પર અસર
મળતી વિગતો અનુસાર જીએસટીના ઘટાડા પછી સિમેન્ટ ફેક્ટરીઓ દેશભરમાં સિમેન્ટ સપ્લાય કરે છે જ્યારે હિમાચલ પ્રદેશના ઝરલાઘાટ અને બંગાળમાં સ્થિત સિમેન્ટ ફેક્ટરીઓ દેશભરમાં સિમેન્ટની સપ્લાય કરતી હોય છે આવા સંજોગોમાં ઉતરાખંડ અને જમ્મુ અને કાશ્મીરના ગ્રાહકો અને તેમજ બિલ્ડરોને સીધો ફાયદો થાય તેવી શક્યતાઓ છે બાંધકામ ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે મુખ્યમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓને વેગ આપવા માટે રોજગારની નવી તકો પણ ઊભી થાય તેવી શક્યતાઓ છે સિમેન્ટના ભાવથી ઘટાડો થતાં સૌથી મોટો ફાયદો સામાન્ય અને ગરીબ વર્ગીય નાગરિક જેવો પોતાનું ઘર બનાવવા માંગે છે તેમને સિમેન્ટના ભાવમાં મોટી રાહત મળી શકે છે
બીજી તરફ એક્સપર્ટ નું માનવું છે કે જો વાસ્તવિક રાહત ત્યારે મળશે જ્યારે સિમેન્ટની કંપની વારંવાર ભાવમાં વધારો કરશે નહીં તો કારણ કે અવારનવાર જ્યારે ભાવમાં ઘટાડો થતો હોય છે ત્યારે ટૂંકા સમયમાં જ તેઓ ભાવ વધારી પણ દેતા હોય છે મોટી કંપનીઓ પ્રત્યે થેલીના પાંચથી દસ રૂપિયાનો વધારો કર્યો છે ત્યારે અન્ય ગ્રાહકોને પણ અસર પડી શકે છે અને આવા સંજોગોમાં ત્યારે જ નાગરિકોને ફાયદો થશે જ્યારે કંપનીઓ ભાવ ઘટાડા બાદ ભાવ વધારે નહીં