પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌ જાણતા જશો કે 21 મો હપ્તો હવે ખૂબ જ જલ્દી રિલીઝ થશે તેવી માહિતી આવી રહી છે તો તમે પણ પીએમ કિસાન યોજનાના (PM Kisan Yojana) લાભાર્થી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે હજુ સુધી અમુક પ્રક્રિયા નથી કરી તો તે કરવી ખૂબ જ જરૂરી છે નહીંતર તમારો 21 મો હપ્તો અટકી શકે છે ચલો તમને જણાવીએ પીએમ કિસાન યોજના નો 21 મો હપ્તો(pm kisan yojana 21 hapto 2025) ક્યારે આવશે અને ખેડૂતો કઈ ભૂલ કરવાથી તેમનો 21 મો હપ્તો અટકી જાય છે
ખેડૂતો માટે ફાયદાકારક પીએમ કિસાન સન્માન નિધિ યોજના
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ₹6,000 સુધીની આર્થિક સહાયતા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે. પીએમ કિસાન યોજના (PM-KISAN).હેઠળ સીધી લાભાર્થીની રકમ ડીપીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવતી હોય છે જેથી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવતી હોય છે આ સહાયક ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે એટલે કે દરેક હપ્તો 2000 રૂપિયાનું હોય છે હાલ 21 માં હપ્તાની દરેક ખેડૂતો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઘણી બધી ભૂલ કરતા હોય છે ખેડૂતો જેના કારણે તેમનો 21 મો હપ્તો અટકી પણ શકે છે ચલો તમને જણાવીએ આ અંગેની તમામ વિગતો
આ ખેડૂતોને નહીં મળે 21મો હપ્તો
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સૌથી પહેલા તમામ ખેડૂતોએ આ યોજના હેઠળ જે પણ પ્રક્રિયા છે તે પૂરી કરવાની રહેશે માર્ગદર્શિકા નું પાલન કરવાનું રહેશે જે ખેડૂતો માર્ગદર્શિકા નું પાલન નહીં કરે તેમનો હપ્તો અટકી પણ શકે છે આ સાથે છે પંજાબ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં 21 મો હપ્તો જમા થઈ ચૂક્યો છે હવે બાકીના રાજ્યોને પણ મળવા જઈ રહ્યો છે 21 મો હપ્તો પરંતુ અમુક પ્રક્રિયા છે તેમને પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે જેની વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનથી જરૂર વાંચો
21 મો હપ્તો મેળવવા માટે આ પ્રક્રિયા જરૂરી
E-KYC કરવો ખૂબ જરૂરી છે જે પણ ખેડૂતોએ હજુ સુધી આ પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તેઓ ફરજિયાત કરી લે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે કરી શકો છો pmkisan.gov.in વેબસાઇટ પર તમને દરેક માહિતી અને દરેક સંપૂર્ણ વિગતો મળી જશે આ સાથે જ ભુલાયેલી જમીન રેકોર્ડ ચેક કરવો ખૂબ જરૂરી છે તમે લેન્ડ રેકોર્ડ હજુ સુધી વેરીફાઈ નથી કરાવ્યો તો આવા સંજોગોમાં તમારો હપ્તો અટકી પણ શકે છે તમારા નજીકના જિલ્લા કૃષિ કેન્દ્રમાં જઈને તમે આ અંગેની તમામ વિગતો અને માહિતી મેળવી શકો છો
