Cheque Bounce Rule: આજના ડિજિટલ યુગમાં યુપીઆઈના માધ્યમથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બન્યા છે પરંતુ આની વચ્ચે હવે મોટા ટ્રાન્જેક્શન કરવા માટે અથવા મોટા પૈસાની લેવડ-દેવડ માટે ચેક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે ચેકજો બાઉન્સ થતો હોય છે તો તમારે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે ઉદ્યોગકારો અને મિલકતની ખરીદી કરવી હોય અથવા પ્રોપર્ટી ખરીદવા માટે ઘણીવાર ચેકથી પૈસાની લેવડદેવડ થતી હોય છે આવા સંજોગોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ચેક બાઉન્સને લઈને અમુક કડક નિયમો બનાવ્યા છે અને આ એમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તમામ જે ચેકથી પૈસા ટ્રાન્જેક્શન કરે છે તેમના માટે આ ખૂબ જ મહત્વના નિયમો છે. ચલો તમને ચેક બાઉન્સને લઈને જે નવા નિયમો છે અથવા મોટા ફેરફારો છે તેના વિશે વિગતવાર જણાવીએ
એક બાઉન્સના નિયમોમાં મોટા ફેરફાર
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કિસ્સાઓમાં ઘણીવાર દંડ પણ થઈ શકે છે અને સજા પણ થઈ શકે છે એટલે તમારે ચેક બાઉન્સના જે નિયમો છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે જેમાં સુધારા વધારા અને ઘણીવાર ચેક બાઉન્સ થાય તો વ્યક્તિને હવે બે વર્ષની સજા પણ થઈ શકે છે તેવી પણ જોગવાઈ છે પરંતુ ચેક લખતા પહેલા અથવા ચેક જમા કરતા પહેલા તમારે અમુક નિયમોને જાણવા પણ ખૂબ જ જરૂરી છે ઘણીવાર એવા પણ નિયમો સામે આવ્યા છે કે જો તમે ચેક તમારો બાઉન્સ થાય છે તો આવા સંજોગોમાં તમારે ચેક ની જે રકમ છે તેના કરતાં તમારે બમણો દંડ પણ ભરવો પડતો હોય છે.
Also Read : અટલ પેન્શન યોજના માટે કેટલી મળશે પેન્શન અને કેવી રીતે કરશો અરજી જાણો – Atal Pension Yojana
ચેક બાઉન્સથી બચવા માટે આટલું કરો
જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો તમે ચેક લખવાનું ટાળી દેવું આ સાથે જ કાયદા અનુસાર ચેક બાઉન્સ થયા ના 30 દિવસની અંદર ચુકવણી કરનાર વ્યક્તિને નોટિસ પણ મોકલી શકાય છે આ સાથે જ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર ચુકવણી ન થાય તો આરોપી સામે કેસ પણ દાખલ થઈ શકે છે આ સાથે જ ચેક લખતા પહેલા તમારા બેન્ક એકાઉન્ટમાં ચેકમાં જે એમાઉન્ટ લખો છો તે પૂરું છે કે નહીં તે વિશે પણ ચકાસણી કરવી સાથે જ ચેક ફાટેલું હોય અથવા ચેક વળી ગયેલો હોય તો આવા ચેક ક્યારેય આપવો નહીં અથવા જમા ન કરવો વારંવાર ચેક બાઉન્સ કરનારાઓના બેંક ખાતા પણ બંધ થઈ જાય છે તેવી પણ નિયમો છે જેથી કરીને એક લખતા પહેલા આવી તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ચેક બાઉન્સ નિયમોનો સામાન્ય જનતા પર પ્રભાવ
ચેક બાઉન્સ ના નવા નિયમોથી સામાન્ય નાગરિકોને પણ મોટો ફાયદો થઈ શકે છે ખાસ કરીને કેટલીક ઉદ્યોગપતિઓ અથવા ભાડૂઆતો જાણી જોઈને ચેક બાઉન્સ કરતા હોય છે જેનાથી બીજા પક્ષને પણ નાણાકીય નુકસાન થતું હોય છે આવી પરિસ્થિતિમાં કડક દંડ લોકોને સમયસર ચુકવણી કરવાની ફરજ પાડે છે સાથે જ સામાન્ય નાગરિકો સાથે કરોડ અથવા છેતરપિંડીના કિસ્સાઓને અને પારદર્શિતા અને વધુ મજબૂત કરવામાં પણ મદદરૂપ બને છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ મીડિયા અહેવાલો અને RBI દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા પર આધારિત છે. કોઈપણ કાયદાકીય કાર્યવાહી પહેલા સત્તાવાર સૂત્રો અથવા કાનૂની સલાહકારની સલાહ લેવી જરૂરી છે.
